
( ફાઇલ ફોટો અરનાલા પાટી કોલક નદી)
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના અરનાલા પાટી વિસ્તાર માટે રાજ્ય સરકારે કોલક નદી પર પુલના નિર્માણ પૂર્વ મંત્રી અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના અથાક પ્રયત્નો ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ રજુ કરીને પુલના નિર્માણ મળવા પ્રયાસો કર્યા હતા જે સફળ રહ્યા છે. પુલમાટે રૂ. 15 કરોડની મંજુરી આપી છે. આ પ્રોજેક્ટ વર્ષોથી નદી પરના કોઝવેની સમસ્યાથી પ્રભાવિત 15-20 ગામડાઓ માટે રાહતરૂપ બનશે.

(હાલમાં હયાત ચેક ડેમ કોઝવે)
કોલક નદીના પુલ નિર્માણ થી વાપી થી વાંકલ સ્ટેટ હાઇવે ને જોડતો માર્ગ છે.જે ઉપયોગ ફલધરા, ચિંચાઇ ,નેવરી,ધગડમાળ, અરનાલા, પાટી ,ધોધડકુવા , સુખાલા , અંભેટી, કોપરલી , વાપી ઇન્ડસ્ટ્રીઝ અને મોટાપોઢા થઇ દાદરા નગર હવેલી સાથે કનેક્ટિવિટી મુખ્ય મહત્વ માર્ગ બનશે.

( ફાઇલ ફોટો કોલક નદી )
હાલમાં નદી પરનો કોઝવે ચોમાસામાં ડૂબી જતો હોવાથી ગામડાઓનો સંપર્ક તૂટતો હતો, જે લોકોના રોજિંદા જીવનમાં અવરોધ ઉભા કરતો હતો. લોકો શાળામાં જવામાં, રોજગારી માટે અને તાત્કાલિક સેવાઓમાં મુશ્કેલીઓ અનુભવતા હતા.
Ad.

આ પુલના નિર્માણથી પારડી, ધરમપુર, વલસાડ અને કપરાડાના લોકો ઉપરાંત વાપી, દમણ અને દાદરા નગર હવેલીના રોજિંદા મુસાફરોને લાભ થશે.
ચોમાસામાં વાહનવ્યવહારને પડતી 3 થી 4 મહિના સુધીની મુશ્કેલી હવે દૂર થશે. વાહનવ્યવહાર સરળ બનવાથી આર્થિક પ્રવૃત્તિઓને ગતિ મળશે અને આ વિસ્તારના વિકાસમાં યોગદાન મળશે.
રોહીનભાઈ , ફારમભાઈ અસ્પી શેઠ , સરપંચ પાટી જીતુભાઇ પટેલ સ્થાનિક રહેવાસીઓએ આ નિર્ણયનું હર્ષપૂર્વક સ્વાગત કર્યું છે.અને ધારાસભ્ય જીતુભાઈના પ્રયત્નોની પ્રશંસા કરી છે. તેમના મતે આ પુલથી લોકોના જીવનમાં સુવિધાઓ વધશે અને વિદ્યાર્થીઓને શિક્ષણ સંબંધિત મુશ્કેલીઓ દૂર થશે.
ઉલ્લેખનીય છે કે સ્વ. પૂર્વ સરપંચ સુરેશભાઈ પટેલ દ્વારા પુલ માટે વર્ષોથી રજૂઆતો કરવામાં આવી હતી.
આ મંજુરી બાદ પુલના નિર્માણ માટે સરકારી તંત્ર તાત્કાલિક કામગીરી હાથ ધરશે. આ પ્રોજેક્ટથી સ્થાનિક પરિવારોના જીવનમાં મૂલ્યવાન પરિવર્તન આવવાની આશા છે.






