
આજે ૯૪માં શહિદ દિવસ નિમિત્તે દેશની આઝાદી માટે પ્રાણની આહુતિ આપી શહિદી ને વરેલા શહિદોને ધરમપુરનાં વ્હાલા નગરજનો એવા ભાઈઓ બહેનોએ મળી ૧૬૦ યુનિટની રકતદાન રૂપે અંજલી અર્પણ કરી મનોમન નમન કરી શ્રધ્ધાંજલિ પાઠવી કુલ ૧૮૨ જેટલા વ્યક્તિઓએ એ રકતદાન નો પ્રયાસ કર્યો
આપણે દેશની રક્ષા કાજે સરહદ પર તો નથી જઈ શકતા પણ નિયમિત રકતદાન થકી અજ્ઞાત માનવ જિંદગીને નવપલ્લવિત કરી આપ સૌ ૧૬૦ રક્તદાતાઓ એ આજે રકતદાનરૂપે, દેશ સેવા માટેનાં કર્તવ્યને સમાજ લક્ષી ફરજ તરીકે નિભાવી શહીદ દિવસે શહીદોને સાચા અર્થમાં શ્રધ્ધાંજલિ અર્પણ કરી એનો રાજીપો સહ અભિનંદન.
રકતદાન કેમ્પમાં સ્વૈચ્છિક રકતદાન કરી માનવતાના આ પુણ્ય કાર્યમાં સહભાગી થનાર રક્તદાતાઓ…..રકતદાન માટે ઘર આંગણે ધરમપુર નગરમાં રકતદાન શિબિર યોજાનાર આયોજકો Deval Ranch Renish Makwana અને
Paras Bhatt team lion’s અને રક્તદાતાઓ ને પ્રોત્સાહિત કરનારા તમામ શુભેચ્છકોને તથા team Valsad Raktdan Kendra અને એમની સેવાને વંદન
આપ સૌ નિયમિત રકતદાન કરી માનવ સેવા કરતાં રહેશો એજ અભ્યર્થના.






