
પૂર્વ મંત્રી અને કપરાડા ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરીએ શ્રુતિકુમારીને હાર્દિક શુભેચ્છાઓ આપી અને ઉજ્જળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા
કપરાડા તાલુકાના સુખાલા ગામની આદિવાસી ધોડિયા સમાજની દીકરી શ્રુતિકુમારી નિલેશભાઈ પટેલે ગુજરાત રાજ્યમાં પોતાનું અને વિસ્તારમાંનું નામ રોશન કર્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા માર્ચ-2025માં લેવાયેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં શ્રુતિકુમારીએ 92.85 ટકા 99.77 પર્સેન્ટાઇલ રેન્ક હાંસલ કરી છે. વાપી કેન્દ્રમાં તે બીજા નંબરે રહી છે, જે સમગ્ર વિસ્તાર માટે એક ગૌરવની વાત છે.

આ ઐતિહાસિક સિદ્ધિ માટે પૂર્વ મંત્રી અને કપરાડાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરીએ શ્રુતિકુમારીને તમામ શુભેચ્છાઓ પાઠવી હતી અને તેના શૈક્ષણિક ઉત્કૃષ્ટ કાર્યને બિરદાવીને કહ્યું કે, “આદિવાસી સમાજની દીકરીએ જે રીતે સક્ષમતા સાબિત કરી છે તે તમામ વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે. તે સમગ્ર કપરાડા તાલુકાનું ગૌરવ છે.”






