બીલપુડી ગામની આદિવાસી દીકરી સ્‍મિતાએ બી.એસ એફ.માં પોસ્‍ટિંગ મેળવી ગામનું ગૌરવ વધાર્યું

On: April 14, 2022 4:43 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now


વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બીલપુડી બેઝ ફળીયામાં રહેતી આદિવાસી સમાજના રસિકભાઈ ભોયા અને મયનાબેનની દીકરી સ્‍મિતાએ બી.એસ. એફ. માં પોસ્‍ટિંગ મેળવી ગામનું ગૌરવ વધાર્યું છે. આ પોસ્‍ટિંગ મળતાં પ્રગતિ મહિલા મંડળ, બીલપુડી અને ગ્રામજનો દ્વારા સ્‍મિતાના સન્‍માન સમારંભનું આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમમાં પ્રગતિ મહિલા મંડળના પ્રમુખ વનીતાબેન ગાંવિતે સ્‍મિતાનું પુષ્‍પગુચ્‍છ આપી સન્‍માનિત કરી ગામની આદિવાસી દીકરીને દેશની સેવા કરવાનો અવસરે મળ્‍યો હોય ગૌરવની લાગણી અનુભવી રહી હોવાનું જણાવ્‍યું હતું. સ્‍મિતાએ કારકિર્દીના વિકલ્‍પ તરીકે બી.એસ.એફ.ની પસંદગી કરી દેશની સેવા કરવા માટેનો જુસ્‍સો બતાવી અન્‍ય યુવતીઓને પણ પ્રેરણા પુરી પાડી છે.
આ કાર્યક્રમમાં નિવૃત્ત સર્કલ અધિકારી રમેશભાઈ ગાંવિત, ગુજરાત કામદાર કલ્‍યાણ બોર્ડના નિવૃત્ત સંચાલક શંકરભાઈ ગાવિત તેમજ બગાયતશાસ્ત્રી ચિન્‍મય ગાંવિતે સ્‍મિતાને શુભેચ્‍છાઓ પાઠવી યુવાનો અને યુવતીઓને દેશની સેવા કરવાની પ્રેરણા પુરી પાડી ગામનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા. બીલપુડી ગામની પહેલી દીકરી છે, જેમણે દેશની સેવા માટે બી.એસ.એફ.ની પસંદગી કરી તેમાં પોસ્‍ટિંગ મેળવી ગામનું નામ સમગ્ર દેશમાં રોશન કર્યું છે, જે આદિવાસી સમાજ અને મહિલાઓ માટે ખુબ જ ગૌરવની વાત હોવાનું તેઓએ જણાવ્‍યું હતું.
સ્‍મિતાએ પ્રાથમિક શિક્ષણ બીલપુડી બેઝ ફળીયા પ્રાથમિક શાળામાં મેળવ્‍યુ હતું. ધોરણ ૯ થી ૧૨ આદર્શ નિવાસી શાળા, વલસાડ ખાતે કર્યા બાદ બી.આર.એસ. કોલેજ કરી સુરત યુનિવર્સિટીમાં એમ.આર.એસ. પૂર્ણ કર્યું હતું. ત્‍યારબાદ પંજાબના હોશિયારપુર બી.એસ.એફ. ટ્રેનિંગ સેન્‍ટર ખાતે એક વર્ષની તાલીમ લીધી હતી. હાલમાં રાજસ્‍થાન-ગુજરાત બોર્ડર બાડમેરમાં તેણીનું પોસ્‍ટિંગ થયું છે.
સ્‍મિતાના માતા-પિતા ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. એક વર્ષ પહેલાં જ ખટાણાના વિનુભાઇ પવાર સાથે સ્‍મિતાના લગ્ન થયા હતા. તેઓ પણ ખેતીવાડી કરીને જ પોતાના કુટુંબનું ભરણપોષણ કરે છે. પોતાના ઘરે અને લગ્ન બાદ સાસરે પણ ખેતીવાડીમાં દરેક પ્રકારનું કામ કર્યું છે, ખભે ૧૫ કિલો વજનનો પમ્‍પ લગાવી ખેતરે શાકભાજીમાં દવાનો છંટકાવ કર્યો છે, આ મહેનત બીએસએફની તાલીમ દરમિયાન ખૂબ જ ઉપયોગી નીવડી હતી, તેમ સ્‍મિતાએ જણાવ્‍યું હતું.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!