વલસાડ જિલ્લા શિક્ષક સંઘ પ્રમુખ ગોકુલભાઇ પટેલ દ્વારા અરવિંદભાઈ પટેલ ધારાસભ્ય જુની પેન્શન યોજના સંદર્ભે આવેદનપત્રવ આપવામાં આવ્યુ

On: April 14, 2022 4:12 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જિલ્લા શિક્ષક સંઘ પ્રમુખ ગોકુલભાઇ પટેલ દ્વારા અરવિંદભાઈ પટેલ ધારાસભ્ય ધરમપુર જુની પેન્શન યોજના ફરી શરૂ કરવા તથા અન્ય પ્રશ્નો સંદર્ભે આવેદનપત્રવ આપવામાં આવ્યુ14 મી એપ્રિલ ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિએ બંધારણ પેન્શન અધિકાર દિવસ તરીકે ઉજવણી કરી જુની પેન્શન યોજના ફરી શરૂ કરવા તથા અન્ય પ્રશ્નો સંદર્ભે આવેદનપત્રમાં
ગુજરાત રાજયના કર્મચારીઓના બનેલા ‘ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો’ અને ‘ગુજરાત રાજ્ય પ્રાથમિક સંઘ’ તરફથી ગુજરાત રાજ્યમાં નવી પેન્શન યોજના રદ કરી જુની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવા કરેલ આહવાન અનુસાર આજરોજ તા. 14 મી એપ્રિલ ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિએ બંધારણ પેન્શન અધિકાર દિવસ તરીકે ઉજવણી કરી અને ગુજરાતમાં જુની પેન્શન યોજના પુન: ચાલુ કરવા અમારી માંગણીઓ સાથે આ આવેદનપત્ર
આપ સુપરત કરવામાં આવ્યુ હતુ. આવેદનપત્રમાં માંગણી ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ મારફતે રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને દેશના વડાપ્રધાન માનનીયશ્રી નરેન્દ્રભાઈ મોદી પહોંચાડશો અને રાજ્યના સર્વે કર્મચારીઓ માટે જુની પેન્શન યોજના પુન: સત્વરે ચાલુ કરવામાં આવે તેવી વિનંતી કરી છે.

જેમાં મુખ્ય માંગણીઓ-પ્રશ્નો જુની પેન્શન યોજના પુન: ચાલુ કરવી.& ફિક્સ પગારનો કેસ નામ. સુપ્રિમ કોર્ટમાંથી પરત ખેંચી ફિક્સ પગારની પ્રથા/કરાર
આધારિત ભરતી મૂળ અસરથી બંધ કરવી.ગુજરાત સરકારશ્રીએ સૈધ્ધાંતિક રીતે સ્વીકારેલ કેન્દ્રીય પગારપંચની ભલામણો અનુસાર
સાતમાં પગારપંચની તમામ બાકી ભથ્થાંઓ તુંરત આપવા.મૂળ નિમણૂંક તારીખથી તમામ હેતુ માટે સળંગ નોકરી ગણવી.તમામ કર્મચારીઓને ઉચ્ચત્તર પગાર ધોરણ ૧૦, ૨૦ અને ૩૦ વર્ષે આપવું.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!