રાજયમાં પ્રથમવાર રાષ્ટ્ર્રીય પ્રાથમિક શિક્ષક સંઘનુ  અધિવેશનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશેષ ઉપસ્થિત રહેશે.

On: April 27, 2023 7:48 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

  • રાષ્ટ્ર્રીય કક્ષાનુ શિક્ષક અધિવેશન પ્રથમવાર યોજવામાં આવી રહ્યુ છે.
  • અધિવેશનમાં દેશના વિવિધ ભાગોમાંથી શિક્ષકો સહીત અનેકવિધ શિક્ષણવિદો હાજરી આપશે.
  • અધિવેશનમાં અંદાજિત ૧ લાખ જેટલા શિક્ષકો હાજર રહેશે.

શિક્ષકોના આ અધિવેશનમાં પ્રધાનમંત્રી પણ ભાવિ પેઢીના યોગ્ય ઘડતર માટેની જવાબદારી સંભાળતા શિક્ષકો સાથે સંવાદ કરશે.

ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘના યજમાન પદે રાજયમાં પ્રથમવાર રાષ્ટ્ર્રીય પ્રાથમિક શિક્ષક સંઘનુ અધિવેશન યોજવામાં આવનાર છે. આગામી તા ૧૨ મેંના રોજ ગિફટ સીટી પાસે યોજનારા અધિવેશનને અનુલક્ષી શિક્ષકોમાં અને સમાજના શિક્ષણવિદોમાં વિશેષ ઉત્સાહનુ મોજુ પ્રવર્તયુ છે. આ અધિવેશનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશેષ ઉપસ્થિત રહેશે . દરમિયાન પ્રધાનમંત્રી પ્રેરક ઉદબોધન પણ કરશે.

શિક્ષિત ગુજરાતમાં સામાજિક તંદુરસ્તી જળવાય અને તેજસ્વી ભાવિ પેઢીનુ નિર્માણ થાય તે માટે સરકાર વિશેષ જાગૃત છે. ત્યારે શિક્ષકોના આ અધિવેશનમાં પ્રધાનમંત્રી પણ ભાવિ પેઢીના યોગ્ય ઘડતર માટેની જવાબદારી સંભાળતા શિક્ષકો સાથે સંવાદ કરશે.

ગુજરાતમાં શિક્ષકોને અનુલક્ષી અનેકવાર કાર્યક્રમો થાય છે. જયારે શિક્ષકોના સંમેલન પણ અનેકવાર યોજવામાં આવ્યા છે. પરંતુ રાષ્ટ્ર્રીય કક્ષાનુ શિક્ષક અધિવેશન પ્રથમવાર યોજવામાં આવી રહ્યુ છે. ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષણ સઘં આયોજિત આ અધિવેશનમાં દેશના વિવિધ ભાગોમાંથી શિક્ષકો સહીત અનેકવિધ શિક્ષણવિદો હાજરી આપશે. આ અધિવેશનમાં અંદાજિત ૧ લાખ જેટલા શિક્ષકો હાજર રહેશે.

ગિફટ સીટી પાસે યોજનારા આ અધિવેશનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વિશેષ ઉપસ્થિત રહેશે. ગુજરાતમાં પ્રધાનમંત્રી લાંબા સમય બાદ આવશે. જયારે શિક્ષકોના આ અધિવેશનમાં પ્રધાનમંત્રી હાજરી આપવાના હોવાથી શૈક્ષણિક વર્તુળમાં પણ ઉત્સાહનુ મોજુ પ્રવર્તયુ છે. આજના સ્પર્ધાત્મક શિક્ષણના યુગમાં ગુજરાત સરકાર પણ શિક્ષણ ક્ષેત્રને વધુ અસરકારક અને સમાજ ઉપયોગી બનાવવા માટે પ્રયત્નશીલ છે. જયારે શિક્ષણ પ્રથામાં સમયાંતરે જરી બદલાવ સાથે શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા માટે પણ જરી પ્રયાસો થઇ રહ્યા છે.
વિધાર્થીઓના પાયાનું શિક્ષણ પ્રાથમિક શિક્ષકોનુ યોગદાન અત્યતં મહત્વનુ છે. ત્યારે તેજસ્વી ભાવિ પેઢીના નિર્માણ માટે શિક્ષકોનો રોલ મહત્વનો છે. આ સંમેલનમાં પ્રધાનમંત્રી પણ વિશેષ સમય આપી હાજરી આપશે ‘જયારે આ દરમિયાન મોટી સંખ્યામાં ઉપસ્થિત શિક્ષકોને પ્રેરક સંબોધન પણ કરશે. જેના લીધે ગાંધીનગર સહીત રાજયના શૈક્ષણિક આલમમાં પણ અધિવેશનના આયોજનને અનુલક્ષી ઇન્તેજારી અને ઉત્સુકતા વધી છે. શિક્ષક સઘં દ્રારા આગળના દિવસોમાં આ જગ્યાએ પુ મોરારી બાપુની કથાનુ પણ આયોજન કરવામાં આવ્યુ છે.તેમ સુત્રોમાંથી જાણવા મળે છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!