વલસાડમાં હોમગાર્ડ માનવતા મહેકાવી વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર ઈમરજન્સીમાં પહોંચવા માટેની વ્યવસ્થા કરી માનવતા મહેકાવી…

On: July 12, 2023 5:21 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ફરજની સાથે સતત માનવતા પણ મહેકાવતા હોય તેવા કિસ્સા અવાર નવાર સામે આવે છે. પણ હોમગાર્ડ જવાનોની દિવસ રાતની મહેનતને પણ બિરદાવવી જોઈએ…

વલસાડ માં ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે.જિલ્લાના વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર ગ્રામ્ય વિસ્તારોમાંથી પરીક્ષા આપવા માટે આવ્યા હતા. વલસાડ શહેરની અનેક સ્કૂલમાં કેન્દ્ર આપવામાં આવ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓ 10 વાગ્યા સુધીમાં પરીક્ષા આપવા માટે પહોંચી જવાનું હોય છે. ગ્રામ્ય વિસ્તારોમાં માંથી આવતા વિદ્યાર્થીઓ ને સ્કૂલો મળવી મુશ્કેલીઓ પડી છે.

વલસાડ માં ધારા નગર માં 2 સ્વામિનારાયણ સ્કુલ આવેલી છે. વરસાદી માહોલમાં ગેટ પર કોઈપણ પ્રકારની માહિતી માટે જવાબદાર વ્યક્તિઓ જોવા મળ્યા નથી. સ્કૂલના ગેટ પર વોચમેનને કોઈ પ્રકારની માહિતી નથી વાલી અને વિદ્યાર્થીઓને ટાઇમ પર અંદર પ્રવેશ માટેની વાત કરતા જોવા મળ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ માટે મોટી તકલીફોનો સામનો કરવો પડયો હતો.

હોમગાર્ડ દ્વારા માનવતા મહેકાવી
વલસાડ ધારાનગરની ડાહીબા સ્વામિનારાયણ સ્કુલના પરીક્ષા કેન્દ્ર પર એક વિદ્યાર્થી પરીક્ષા માટે અંદર પ્રવેશ કર્યો હતો પરંતુ એ વિદ્યાર્થી નો નંબર ના મળતા ટાઈમ 10 વાગ્યા નો હતો.હવે એ વિદ્યાર્થી વલસાડ શહેરમાં ધોબી તળાવ ગાયત્રી સ્કુલમાં હતો. એ વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે કેવી રીતે પહોંચી શકે ? એવા સમયે ફરજ પર એક મહિલા હોમગાર્ડ માનવતા મહેકાવી એ વિદ્યાર્થીને લઈ ગેટની બહાર લઈ આવી હતી. સમયની કટોકટીમાં ગેટની બહાર ઉભેલી એક રીક્ષા ચાલક ને વિનંતી કરી હું ભાડું આપું પણ ગમે તે રીતે આ વિદ્યાર્થીને મૂકી આવો સ્કૂલ જોઈ નથી એને ગાયત્રી સ્કૂલ સુધી મૂકી આવો એ મહિલા હોમગાર્ડ પોતાના પૈસા ભાડું આપી રહી હતી.એ રીક્ષા ચાલક દ્વારા 100 નું ભાડું માંગવામાં આવ્યું. મહિલા હોમગાર્ડ તુરંત બાઈક લઇ વિદ્યાર્થી સાથે મુખ્ય રોડ પર આવી એક રીક્ષા ચાલક ને ભાડું આપી એ વિદ્યાર્થી ને ઈમરજન્સીમાં પહોંચવા માટેની વ્યવસ્થા કરી માનવતા મહેકાવી …

વલસાડ ધારાનગર 3 સ્કૂલ હોવાથી અનેક વિદ્યાર્થીઓ અટવાઈ ગયા હતા. નજીક હોવાથી તુરંત વિદ્યાર્થીઓ પહોંચી ગયા હતા. અન્ય એક વિદ્યાર્થી પણ બાજુની સ્કૂલમાં કટોકટી ના સમયે એક વિદ્યાર્થી ને હોમગાર્ડ જવાન દ્વારા બાઈક પર બાજુની સ્વામિનારાયણ સ્કૂલમાં ઈમરજન્સીમાં પહોંચવા માટેની વ્યવસ્થા કરી માનવતા મહેકાવી…

વલસાડ જિલ્લાના આદિવાસી ક્ષેત્રના ધરમપુર કપરાડા તાલુકાના વિદ્યાર્થીઓ મોડા પડ્યા હતા.કેટલાક કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા થી વંચિત રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે. જેનું મુખ્ય કારણ વાહન વ્યવહાર બસમાં મોડું થતા ટાઈમ પર પહોંચી શકાય ના હોવાનું જાણવા મળ્યું છે. સ્કુલ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરવી જોઈએ. જે થકી વિદ્યાર્થીઓનું ભાવિ બગડી ના શકે.

ઈન્ટનેશનલ હાઈસ્કૂલમાં એક વિદ્યાર્થીની મોડી પહોંચી પ્રવેશ આપવામાં ના આ આવતા ગેટ પાસે રડી પડી રહી હતી મેનેજમેન્ટ દ્વારા પ્રવેશ આપવામાં આવ્યો નથી.

Ad..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!