વાપીની બ્લડ બેંકમાં રક્તની ઘટને પુરી કરી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મસમાજ અને વાયબ્રન્ટ બીઝનેસ પાર્ક નાં સંયુક્ત રક્તદાન શિબિર માં 300 યુનિટ રક્ત એકત્ર

On: September 9, 2023 7:47 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વાપીમાં શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ અને વાયબ્રન્ટ બીઝનેસ પાર્કના સંયુક્ત ઉપક્રમે આયોજિત રક્તદાન-નેત્ર નિદાન કેમ્પમા 300 યુનિટ રક્ત એકત્ર કરાયું

વલસાડ જિલ્લાના વાપીની બ્લડ બેંકમાં રક્તની ઘટને પુરી કરી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મસમાજ અને વાયબ્રન્ટ બીઝનેસ પાર્ક નાં સંયુક્ત ઉપક્રમે 9મી સપ્ટેમ્બર 2023ના વાયબ્રન્ટ બીઝનેસ પાર્ક પ્લોટ નો 192 GIDC વાપી ખાતે રક્ત દાન અને નેત્ર નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે આ શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિર માં 300 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. રક્તદાન કરનાર રક્તદાતાઓમાં 35 મહિલા સભ્યો અને 25 પુરુષ સભ્યોએ પ્રથમ વખત રક્તદાન કર્યું હતું. જ્યારે નેત્ર નિદાન કેમ્પમાં 204 લાભાર્થીઓએ પોતાની આંખોનું નિદાન કર્યું હતું. જે પૈકી 94 લાભાર્થીઓને નિઃશુલ્ક ચશ્માં વિતરણ કરવામાં આવ્યા હતાં.

રક્તદાન કેમ્પમાં વિશેષ ઉપસ્થિત રહેલા રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ સંસ્થાના સામાજિક ઉત્તરદાયિત્વ ને બિરદાવી આવી જ સેવાકીય પ્રવૃતિઓ કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. રક્તદાન કેમ્પમાં અન્ય સંસ્થાઓ, ઉદ્યોગોનો પણ સહકાર મળ્યો હોય સંસ્થા દ્વારા તેમને બિરદાવવામાં સમાજના ઉદ્યોગપતિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.

તો, VIA પ્રમુખ, નોટિફાઇડ ચેરમેન, વાપી ડિવિઝનના DYSP સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓના હસ્તે રક્તદાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપીના પ્રમુખ અમિત ભટ્ટ, સેક્રેટરી જયેશ પાઠક, પ્રોજેક્ટ ચેરમેન જાગૃત જાની સહિત સંસ્થાના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી તમામ મહાનુભાવોને સ્મૃતિચિહ્ન ભેટ આપી સ્વાગત કર્યું હતું.

Ad.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!