
રાજ્યમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ આરોગ્યની ઈમરજન્સી સેવાની જરૂર પડે તો 108 ઈમરજન્સી એમ્બુલન્સ સર્વિસ 24 x 7 દિવસ તત્પર રહે છે. 108 એમ્બુલન્સ એ અનેક લોકો માટે દેવદૂત સાબિત થઈ છે. આવી જ રીતે કપરાડાની એક પ્રસુતા માટે પણ આ એમ્બુલન્સ દેવદૂત સાબિત થઈ છે.

કપરાડા -2 ઇ એમ ટી અનિલ રાઉત પાયલોટ પ્રકાશ ગવલી સાથે પિયર માં રહેતી મહિલા ને હોસ્પિટલમાં લઈ જતી વખતે રસ્તા માંજ રાત્રીના 00.20ના સમયે ડિલિવરી થઈ હતી.

કપરાડા ના અંતરિયાળ વિસ્તારમાં ખડકવાળ રહેતા પ્રસુતા અસ્મિતાબેન સુનિલભાઇ પવાર ને પ્રસુતિની પીડા ઉપડતા તેમના પરિજનોએ મહિલાને હોસ્પિટલ પહોંચાડવા માટે 108 ઈમરજન્સી એમ્બુલન્સ સેવાને જાણ કરી હતી. જોકે, હોસ્પિટલ પહોંચતા પહેલાં જ પ્રસુતાને દુખાવો થતાં એમ્બુલન્સમાં જ ડિલીવરી કરાવવાની ફરજ પડી હતી. ત્યારે EMT એ મહિલાની સફળ પ્રસુતા કરાવી હતી.

108ના સ્ટાફે એમ્બ્યુલન્સમાં જ સફળતા પૂર્વક પ્રસુતિ કરાવી ઉલ્લેખનીય છે કે, વધુ સારવાર અર્થે આ મહિલાને કપરાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબોએ મહિલાને બાકીની સારવાર આપી હતી. હાલ નવજાત શિશુ તથા માતા બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે અનેક લોકોને મોતના મુખેથી ઉગાવનાર 108ના સ્ટાફે એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી.
ઉલ્લેખનીય છેકે પ્રથમ ડિલિવરી નોર્મલ થઈ છે. હોસ્પિટલમાં મોટા ભાગે સિઝર કરવામાં આવે છે.
Ad.













