માતા-પિતાના ઝઘડામાં પિતાએ બાળકને સાતમા માળેથી નીચે ફેંક્યુ બાદમાં પિતાની પણ આત્મહત્યા

On: October 21, 2023 5:18 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

નવસારીમાં બાળકના કબજાને લઈ દંપતિ વચ્ચે ઝગડો થયો, પતિએ આવેશમાં આવી પુત્રને બિલ્ડીંગ પરથી ફેકી દીધો, બાદમાં પોતે આત્મહત્યા કરી

રાજ્ય સહિત દેશભરમાં નવલા નોરતા શરૂ છે, સૌ કોઈ માતાની આરાધનામાં વ્યસ્ત બન્યા છે તેવા સમયે નવસારી શહેરમાંથી એક કરૂણ ઘટના સામે આવી છે. જેમાં પતિ-પત્નીના ઝગડામાં સગા બાપે પુત્રને બિલ્ડીંગ પરથી ફેંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. જેને પગલે શોકનો માહોલ છવાયો છે.

નવસારી શહેરમાં એક ક્રૂરતા ભરેલી ઘટના ઘટી છે, નવસારી શહેરના જૂના થાણા વિસ્તારમાં આ ઘટના બની છે. અહીં એક દંપતિ, પતિ-પત્નિના ઝઘડામાં ચાર વર્ષીય બાળકે જીવ ગુમાવ્યો છે. મૃતક બાળકનું નામ દ્વિજ ગોસ્વામી છે, જેને તેના પિતા રાકેશ ગોસ્વામી જે છૂટક મજૂરી કામ કરતો હતો. ખાસ વાત છે કે, પતિ અને પત્ની વચ્ચે છેલ્લા કેટલાય સમયથી અણબનાવ હતો, પતિ છેલ્લા કેટલાય સમયથી વ્યવસ્થિત કામ ન હતો કરતો, અને પતિએ પોતાના પતિને કામ ધંધા અર્થે ટકોર કરી હતી, આ પછી બન્ને 9 માસથી જુદા રહેતા હતાં. અલગ રહેતા પતિ-પત્ની વચ્ચે હાલમાં જ પોતાના બાળકને લઇ જવા બાબતે જોરદાર ઝઘડો થયો હતો, પતિ પોતાના બાળકને લઇ જવાનો પ્રયાસ કરતો હતો, અને પત્નીએ તેને રોક્યો હતો, આ પછી પતિ પોતાના બાળકને લઇને સરકારી વસાહતની બિલ્ડીંગના સાતમા માળે ચઢી ગયો હતો, આ દરમિયાન પોલીસ અને ફાયર જવાનોએ તેનો રોકવાનો પ્રયાસ કર્યો હતો, જોકે, તેને પહેલા બાળકને નીચે ફેંકી દીધુ હતુ અને પછી તેને ખુદ બિલ્ડિંગ પરથી પડતુ મુકીને આત્મહત્યા કરી લીધી હતી.

આ ઘટનામાં પોલીસે બાળકને નીચે ફેંકવા બદલ આરોપી રાકેશ ગોસ્વામી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો, અને સાથે સાથે તેને આત્મહત્યા કરી તેથી તેના વિરૂદ્ધ પણ અકસ્માતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Ad..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!