વલસાડ જિલ્લામાં સ્માર્ટ પ્રે-પઈડ મીટર લગાવામાં આવશે

On: October 21, 2023 9:36 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

  • વાપી ખાતે નાણાં, ઊર્જા અને પેટોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઈએ રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ(RDSS) હેઠળ ડીજીવીસીએલના રૂ. ૩૨૪.૯૭ કરોડના કાર્યોનો શુભારંભ કરાવ્યો.
  • સમગ્ર વલસાડ જિલ્લામાં ૬,૧૫,૨૨૧ સ્માર્ટ પ્રે-પઈડ મીટર લગાવામાં આવશે જેના દ્વારા ગ્રાહકો દૈનિક વીજ વપરાશ નિરીક્ષન, નિયંત્રણ, રિયલ ટાઇમ ટ્રેકિંગ, પૂર્વ વીજ વપરાશનું વિશ્લેષણ અને પૂર્વાનુમાન કરી શકાશે.

રાષ્ટ્રીય સ્તરે ચાલતી આ યોજના હેઠળ હયાત મીટરોને બદલે પ્રી-પીઈડ સ્માર્ટ મીટરો મૂકી વિજ વિતરણનું માળખું સુધારવા સંબંધિત કાર્યોનો સમાવેશ થાય છે.

સમગ્ર ડીજીવીસીએલમાં આ યોજના અંતર્ગત રૂ. ૪૧૨૦.૬૭ કરોડના કામો કરવામાં આવશે.

મંત્રીશ્રીએ આ પ્રસંગે કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના ગામડાઓને ૨૪ કલાક સતત વીજળી મળી રહે તે માટે જયોતિગ્રામ યોજના શરૂ કરી. જે સમગ્ર ભારતમાં સૌ પ્રથમવાર આયોજન કર્યુ છે. વાતાવરણમાં જે સતત પરિવર્તન થતા રહે છે તેનો અભ્યાસ કરી શકાય તે માટે ક્લાયમેન્ટ ચેન્જનો નવો વિભાગ શરૂ કર્યો જે એશિયામાં સૌ પ્રથમ રાજય બન્યુ હતું. આજ રીતે વીજળીના ઉત્પાદનમાં જે કોલસો વપરાતો હતો અને તેનાથી વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ અસંતુલિત રહેતું હતું એના માટે સૌ પ્રથમ સોલાર પોલીસી બનાવી અને રીન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કર્યુ. સમગ્ર ગુજરાતમાં રૂફ ટોપ લાગેલા છે. જે ૧૩ હજાર મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરે છે જે દેશની ૮૩ ટકા છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કુદરતી આપદામાં પણ વીજ કંપનીના કર્મચારીઓએ સતત કાર્ય કરી ૭૨ કલાકની અંદર પૂર્વવત કામગીરી કરી તે બદલ તેમની સરકારશ્રીએ પણ નોંધ લીધી છે.

આ યોજના હેઠળ સમગ્ર વલસાડ જિલ્લામાં ૬,૧૫,૨૨૧ સ્માર્ટ પ્રે-પઈડ મીટર લગાવામાં આવશે જેના દ્વારા ગ્રાહકો દૈનિક વીજ વપરાશ નિરીક્ષન, નિયંત્રણ, રિયલ ટાઇમ ટ્રેકિંગ, પૂર્વ વીજ વપરાશનું વિશ્લેષણ અને પૂર્વાનુમાન કરી શકાશે. કુલ ૨૫૬૦ કિમી ખુલ્લા વાયરો બદલી રૂ. ૬૩.૬૩ કરોડના ખર્ચે એરિયલ બેન્ચ કેબલ નાંખવામાં આવશે. લો વોલ્ટેજ સમસ્યા નિવારવા માટે ૨૯૦ નવા ટ્રાન્સફોર્મર મુકાશે તેમજ ૧૧૬ હયાત ટ્રાન્સફોર્મરની કેપેસીટીમા વધારો કરાશે. વાડીવાળા વિસ્તારોમાંના ૭૦૦ કિમી ખુલ્લા વાયરોને સ્થાને કવર કરાયેલા વાયરો રૂ. ૫૭.૭૨ કરોડના ખર્ચે લગાવવામાં આવશે. લાંબા ફિડરોનું વિભાજન કરી રૂ. ૭.૪૨ કરોડના ખર્ચે ટુંકા કરાશે. દરિયાઈ પટ્ટીમા અવારનવાર ચક્રવાતને કારણે વિજ પુરવઠો ખોરવાય છે. આ વિસ્તારોમાં રૂ. ૧૧૯.૯ કરોડના કરોડના ખર્ચે અને શહેરી વિસ્તારોમાં ૨૮૦ કિમીની રૂ. ૫૯.૨૫ કરોડના ખર્ચે અંડર ગ્રાઉન્ડ વીજ કેબલની કામગીરી પણ કરાશે.
આ યોજના હેઠળ ડીજીવીસીએલ વલસાડ તાલુકામાં રૂ.૯૯.૨૫ કરોડ, વાપીમાં ૭૦.૨૫ કરોડ, પારડીમાં રૂ. ૪૬.૯૨ કરોડ, ઉમરગામમાં રૂ.૨૨.૦૩ કરોડ, ધરમપુરમાં રૂ. ૪૫.૧૬ કરોડ અને કપરાડામાં રૂ. ૪૧.૩૬ કરોડના કામો કરશે. તેમજ વાપી નગરપાલિકામાં ૧૧૭.3૪ કીમીના ઓવરહેડ લાઈનનું રૂ. ૨૨.૭૫ કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ કેબલિંગમાં રૂપાંતરણ કરવામાં આવશે.

Ad.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

error: Content is protected !!