News

સ્વાતંત્ર્ય દિવસ: પૂર જેવી વિકટ પરિસ્થિતિમાં ઉત્તમ સેવા બદલ ચાર તલાટી કમ મંત્રીઓનું સન્માન !

વલસાડ જિલ્લાના ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી પ્રસંગે પૂર જેવી વિકટ પરિસ્થિતિ દરમિયાન ઉત્તમ અને પ્રશંસનીય સેવા બજાવનાર જિલ્લાના ચાર તલાટી કમ મંત્રીઓનું પ્રશસ્તિ સન્માનપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનિત કર્મચારીઓમાં કલ્પેશ પટેલ, કૃણાલ પંડ્યા, ચિરાગ પટેલ અને કિરાતસિંહ પરમારનો સમાવેશ થાય છે.

પૂર જેવી કુદરતી આપત્તિ દરમિયાન આ તલાટી કમ મંત્રીઓએ ગ્રામ્ય કક્ષાએ નદીકાંઠાના અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં રહીને મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. જોખમી પરિસ્થિતિ વચ્ચે લોકોને સમયસર સલામત આશ્રયસ્થાનો પર સ્થળાંતર કરવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. સ્થાનિક તરવૈયાઓની મદદથી રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યારે અસરગ્રસ્ત પરિવારો સુધી તાત્કાલિક ફૂડ પેકેટ પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

આ ઉપરાંત તાલુકા અને જિલ્લા કક્ષાએ પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ અંગે સતત રિપોર્ટિંગ કરી વહીવટી તંત્રને જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી હતી. સમયસરની કામગીરી અને સંકલનના કારણે જાનહાનિ તેમજ માલમત્તાના નુકસાનને ઘટાડવામાં નોંધપાત્ર યોગદાન મળ્યું હતું. પૂર બાદ અસરગ્રસ્ત પરિવારોને ઘરવખરી સહાય મળી રહે તે માટે ઝડપી સર્વે કામગીરી પણ કાર્યક્ષમ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.

આ ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ પટેલ, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી (DDO) તથા ધારાસભ્યના હસ્તે ચારેય કર્મચારીઓને પ્રશસ્તિ સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે અંભેટીના તલાટી કમ મંત્રી કૃણાલ પંડ્યા અને ચિરાગ પટેલને વર્ષ ૨૦૨૨ દરમિયાન પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્રે સન્માનિત કર્મચારીઓની સેવા ભાવના, ફરજ પ્રત્યેની નિષ્ઠા અને આપત્તિના સમયે કરેલી કામગીરીને બિરદાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *