
વલસાડ ના ગીતાસદન માં અષાઢી નવરાત્રી અંતર્ગત ચાલી રહેલી દેવી ભાગવત કથામાં આજે જગદંબા પ્રાગટ્ય ઉત્સવ ધુમાધામ થી ઉજવાયો હતો મુખ્ય યજમાન અલ્કાબેન તુલસીભાઇ ઢીમ્મર ના હસ્તે માતાજી નું પારણું ઝૂલાવાયું હતું અબીલ -ગુલાલ ની છોળો વચ્ચે “જયભાવાની -જય અંબે “નૉ પ્રચંદ નાદ થયો હતો લક્ષ્મીબેન કૌશિકભાઈ બારોટ અને શારદાબેન નરેશભાઈ ટંડેલ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી બાળ કથાકાર યેશુબા બારોટ દ્વારા શક્તિ પૂજા નું વર્ણન કરવામાં આવ્યું હતું કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ કહ્યું કે અખિલ બ્રહ્માંડ ની અધિસ્થાત્રી જગદંબા છે આરાસુર પર્વત પર થી અંબા નું પ્રાગટ્ય થયું ત્યારે સમસ્ત દેવતાઓ એ માતાજી નૉ જય જયકાર કર્યો હતો આજે કથામાં સુરત થી રીતાબેન R, T, o, પન્નાબેન આહીર,કૌશિકભાઈ ટંડેલ કોસબા પધાર્યા હતાં અને હવન માં ભાગ લીધો હતો ગીતાસદન માં ચાલી રહેલી પ્રફુલભાઇ શુક્લ ની દેવી કથા રંગ જમાવી રહી છે સમગ્ર વાતાવરણ જગદંબામય બની ગયું છે આજે પાંચ મો દિવસે શન્કધ માતા નું વિશેષ વર્ણન કરવામાં આવ્યું હતું આવતા રવિવારે મહાકાળી પ્રાગટ્ય ઉત્સવ ઉજવવા માં આવશે પ્રાગટ્ય ઉત્સવ પ્રંસગે માતાજી ની ચૂંદડી નો પ્રસાદ ઉછાળવા માં આવ્યો છે ” જય જય ગિરિવર રાજકિશોરી , જય મહેશ મુખ ચંદ ચકોરી ” મંત્રો ચોપાઈ ના પાઠ થી વાતાવરણ ગુંજી રહ્યું છે લલીતભાઈ ઓઝા, હર્ષદભાઈ દવે, અને જયાનંદ મહારાજ ના મંત્રોરચાર થી નવચંડી યજ્ઞ સંપન થઈ રહ્યો છે સોમવારે પુર્ણાહુતી ના દિવસે માન સરોવર હોટલ વાળા મહેન્દ્રભાઈ અગ્રવાલ તરફથી મહા પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે






