Home Blog Page 178

કપરાડા ના રોહિયાલ તલાટ ગામના આદિવાસીઓના હક્ક માટે જાગૃતિ લાવનાર પરાગભાઈ સહારે નું નિધન

0

 વલસાડ જિલ્લામાં આદિવાસી સમાજના આગેવાન પરાગભાઈ સહારેને  “સતી એટલે માતા અને પતિ એટલે પિતા. આપણે બધા કુદરતમાંથી જનમ્યા છીએ અને અમે તેની પૂજા કરીએ છીએ.

દક્ષિણ ગુજરાત આદિવાસી બહુમતી ધરાવતો વિસ્તાર છે. અહીંના વલસાડ, ડાંગ, પંચમહાલ, દાહોદ જેવા જિલ્લામાં મોટા પ્રમાણમાં આદિવાસી વસતી વસે છે.

સતિપતિની વાત કરીએ તો વર્ષ 1930ના દાયકામાં કથિતરૂપે આદિવાસીઓનો એક એવો સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો હતો, 1947માં ભારતને આઝાદી મળ્યા પછી પણ ભારતની સરકાર આણ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો.

ગુજરાતના તાપી જિલ્લામાંથી શરૂ થયેલા આદિવાસીઓનો આ સંપ્રદાય સતિપતિ સમુદાય તરીકે ઓળખાય છે 

ગુજરાતના આદિવાસી બહુમતી ધરાવતા જિલ્લાઓમાં આદિવાસીઓનો એક સમુદાય એવો પણ છે કે જે માને છે કે ભારતને આઝાદી મળી તે પહેલાં બ્રિટનનાં મહારાણી વિક્ટોરિયાએ સતિપતિ સમુદાયના સ્થાપક કુંવર કેસરીસિંહને જંગલની જમીન અને નદીઓ તથા અન્ય પ્રાકૃતિક સંસાધનનો હક ભેટમાં આપ્યો હતો.

 “સતિપતિ સમુદાય પોતાને મૂળનિવાસી તરીકે માને છે અને તેઓ સમજે છે કે જંગલની જમીન, પાણી અને અન્ય સંસાધનો પર તેમનો સીધો અધિકાર છે. તેઓ સરકારની દખલગીરીને સ્વીકારતા નથી.”

 સતિપતિ સમુદાય બહારના લોકોનો સ્વીકાર કરવા નથી માગતા. તેઓ જે ઉગાડે એ જ ખાય અને પોતાને ત્યાં જે બને તેનાંથી જ કામ ચલાવે. તેઓ સમૂહ જીવનમાં વિશ્વાસ ધરાવે છે.”

આ આદિવાસીઓ સતિપતિના સ્થાપક કુંવર કેસરીસિંહને ‘ભારત સરકાર’ના માલિક તરીકે ઓળખે છે અને તેમને પૂજનીય માને છે.

આ આદિવાસીઓમાં સમુદાયના સ્થાપક કેસરી સિંહ અને ત્યાર બાદ તેમના પુત્ર કુંવર રવિન્દ્ર સિંહને પૂજનીય માનવામાં આવે છે.

તાઉ-તેથી ખેતીને અસર:વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોને 350થી 400 કરોડના નુકસાનનો અંદાજ, ડાંગર સહિત બાગાયતી પાકોનો સોથ વળી ગયો

0

 

તાઉ-તે વાવાઝોડાએ ગુજરાતને ધમરોળ્યું છે. ત્યારે ભારે ખાના ખરાબી સર્વત્ર સર્જાઈ છે. દક્ષિણ ગુજરાતના ખેડૂત સમાજના પ્રમુખ અને ખેડૂતોએ પોતાની વ્યથા વર્ણવી જગતના તાતને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. સાથે જ ખેડૂતોને થયેલા નુકસાનને લઈને વળતર આપવાની માગ પણ કરવામાં આવી છે.

ખેડૂતો ચિંતામાં મુકાયા
તાઉ-તે વાવાઝોડાથી વાતાવરણમાં એકાએક મોટો ફેરફાર આવ્યો છે. મે મહિનામાં વરસાદી વાતાવરણથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. કમોસમી વરસાદને કારણે લાખો હેકટરમાં વાવેલા ડાંગર સહિતના પાકોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન સહન થવાનો વારો આવ્યો છે. બાગાયતી પાકોને પણ નુકસાન છતાં જગતનો તાત ચિંતામાં મુકાયા છે.


અસર લંબાશે તો નુકસાન વધશે

દક્ષિણ ગુજરાતમાં ડાંગરનો પાક અંદાજે 1લાખ 40 હજાર એકરમાં વાવણી કરવામાં આવી હતી. વાવાઝોડાના કારણે કમોસમી વરસાદ ખાબકયો છે. જેની સીધી અસર દક્ષિણ ગુજરાતના સૌથી મહત્વના પાક એવા ડાંગર પર થઈ છે.ડાંગરના પાકને અત્યાર સુધીમાં 25થી 30 ટકા જેટલું નુકસાન થયું છે. પરંતુ હજુ વાવાઝોડાની અસર ચારથી પાંચ દિવસ સુધી લંબાઈ જાય તો ડાંગરના પાકને વધુ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ડાંગરના પાકની લણણી માટે રાજસ્થાનથી મોટી સંખ્યામાં મજૂરો દક્ષિણ ગુજરાત આવે છે.પરંતુ કોરોના સંક્રમણને કારણે મજૂરો દક્ષિણ ગુજરાતમાં ન આવી શકવાને કારણે ઉભા પાકને નુકસાન થશે.


સહાયની માગ

ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું કે, કમોસમી વરસાદે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન કર્યું છે.ડાંગરના પાકને તેમજ બાગાયતી પાકોને પપૈયા ,કેરી ચીકુ, કેળા જેવા પાકોને સૌથી વધુ નુકસાન થયું છે. રાજ્યસરકારે તાત્કાલિક દક્ષિણ ગુજરાતમાં સર્વેની ટીમ બનાવી ખેડૂતોને થયેલા નુકસાનનો તાગ મેળવવો જોઈએ. તેમજ સત્વરે આર્થિક સહાય રૂપે ખેડૂતોને એકરદીઠ રૂપિયા દસ 10,000 ચૂકવવા જોઈએ.

તૌકતે ના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો, રાજુલા-જાફરાબાદમાં કલમ 144 લાગુ

0


તૌકતે 
વાવાઝોડું જેમ જેમ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ રાજ્યના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો સહિત અમદાવાદ, વડોદરા જેવા શહેરોના વાતાવરણમાં પણ સતત પલટો જોવા મળી રહ્યો છે. તેવામાં અમરેલીના રાજુલા અને જાફરાબાદ પંથકમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.


અમરેલી-દરિયાકિનારે વાવાજોડાની દહેશત જોવા મળી રહી છે. રાજુલા અને જાફરાબાદમાં તંત્ર દ્વારા 144 કલમ લગાવી દેનામાં આવી છે. રાજુલા અને જાફરાબાદ શહેર સ્વયંભૂ સજ્જડ બંધ રાખવામાં આવ્યા છે. જેને કારણે રાજુલા અને જાફરાબાદ શહેરો ભેંકાર ભાસી રહ્યા છે. લોકો સ્વયંભૂ પોતાના ધંધા રોજગાર બંધ કરી પોતાના ઘરે સુરક્ષિત થયા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. તો રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં પવન સાથે સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.

વડોદરાના વાઘોડિયામાં તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અને પવન સાથે સતત વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત વલસાડના દરિયામાં તાઉ તે વાવાઝોડાની અસર જોવા મળી છે. તીથલ દરિયા કિનારે તંબુ હવામાં ફંગોળાયા હતા. 16 બોટ દરિયામાંથી પરત ફરી હતી જ્યારે એક બોટની શોધખોળ શરૂ કરવામાં આવી છે. દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને ઊંચા મોજા ઉછળી રહ્યા છે.

ભરૂચના દહેજ બંદરે 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. પોર્ટ ઓફિસના કહેવા મુજબ બંદરની જમણી તરફથી વાવાઝોડું અતિ વેગે પસાર થશે. ભરૂચ જિલ્લામાં ચક્રવાતનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે. કરછના માંડવીમાં તાઉ તે વાવાઝોડાને પગલે NDRFની એક ટીમ પહોંચી છે. 25 જવાનોની ટીમ દરિયાઈ વિસ્તારના ગામડાઓનું નિરીક્ષણ કરશે.

તાઉ તે વાવાઝોડાની દાહોદમાં અસર જોવા મળી રહી છે. દાહોદના વાતાવરણમાં પલટો આવ્યો છે. દાહોદ શહેર,ઝાલોદ, લીમડી ,મીરાખેડી, કતવારા,લીમખેડામાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.

છોટાઉદેપુરના સંખેડામાં તોક તે વાવાઝોડાની અસરના કારણે કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે મગ અને તલ જેવા ખેતીના પાકોને નુકશાન થવાની શક્યતા છે. કમોસમી વરસાદ પડતાં જ લાઈટો ડુલ થઈ ગઈ હતી.

વોક ટુ ગેધર્સ શ્રી ઉમેદભાઈ દોષી સાવઁજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નાનીવહીયાળ ના પતરા ઉંડીયા

0

 16/05/2021  ને રવિવારના રોજ  આવેલા  વાવાઝોડા અને વરસાદ ના કારણે  વોક ટુ ગેધર્સ શ્રી ઉમેદભાઈ દોષી સાવઁજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નાનીવહીયાળ તા ધરમપુરના   સિમેન્ટના  17થી વધુ પતરા ઉડી ને નીચે  પટકાતા તૂટી ને ભુક્કો થઇ જવા પામ્યા છે

 શાળા ને નુકસાન થવા  પામ્યુ છે. ગામ પંચાયત સરપંચ શોભનાબેન તથા   તલાટી. અને તાલુકા વિકાસ અધિકારી ધરમપુર આ અંગે  યોગ્ય  પંચકયાસ. રીપોર્ટ  બનાવી  સરકાર દ્વારા મળતી  મદદ કરે   

એવી શાળા ના આચાર્યશ્રી તથા  શાસક પક્ષના નેતા જિલ્લા પંચાયત વલસાડ શૈલેશકુમાર રઘુભાઈ પટેલ અને દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળ સુરત ના પ્રમુખ સુધાબેન દેશાઈ  મંત્રી શ્રી દતેશભાઈ ભટ્ટ સહમંત્રી કાંતાબેન પટેલ વાલી મંડળનાં પ્રમુખ શ્રી દિલીપભાઇ પટેલ દ્વારા વહીવટી તંત્ર જાણ કરવામાં આવી છે. 

કપરાડા તાલુકાના આમધા ગામે ગાજ વીજ સાથે પવન સાથે વરસાદ 15 થી વધુ મકાનો ને થયું નુકસાન

0

વલસાડ જિલ્લામાં વાતાવરણમાં આવેલ  પલટો વહેલી સવારથી બપોર સુધી ભારે ઉકળાટ બાદ સાંજના જોરદાર પવન સાથે વરસાદ પડતા કપરાડા તાલુકાના કેટલાક વિસ્તારોમાં મકાનો અને ઝાડો તૂટી પડ્યા હોવાનું જાણવા માટે છે.

આમધા ગામના ઝરી ફળિયામાં 15 થી વધુ મકાનોને નુકસાન થયું હોવાનું દિવ્યેશ ભાઈ પટેલે જણાવ્યું છે. ગામના સરપંચ અને તલાટી ને જાણકારી આપી હતી. સવારે સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવશે.

નલીમધની માં પણ વૃક્ષો પડ્યા છે  મકાનો પર નલિયા પતરા ઉંડીયા હોવાનું વિલેશ રાઉત દ્વારા જણાવ્યું છે.માલધાર કુકુનિયા ભગવાન વાઘમારે  અધૂરું આવાસ વરસાદ થતાં ઘરમાં પાણી ભરાય જતાં પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો.

હાલમાં  આવનાર બે દિવસમાં વલસાડ જિલ્લા થી પસાર થતું સંભવિત વાવાઝોડા ને લઈને લોકોમાં ચિંતા પણ વધી રહી છે ખાસ કરીને ખેડૂતોએ તૈયાર કરેલી કેરીના પાકને વધુ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે

કપરાડા અને ધરમપુર  આદિવાસી    ક્ષેત્રમાં  વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થઈ હતી આ કમોસમી વરસાદથી લોકોની ખુલ્લામાં પડેલી ચીજ વસ્તુઓ પલળી ગઈ હતી તેમજ આંબા ઉપર રહેલી કેરી નીચે ધરાશાયી થઈ હતી ધરમપુર કપરાડા જેવા વિસ્તારોમાં  ઘરોના પતરા ઉડ્યા ના બનાવ બનવા પામ્યા છે તેમજ અનેક વૃક્ષો ધરાશાયી થયાની ઘટના સામે પણ આવી છે.

એકલિંગજી ચેરીટેબલ ટ્રસ્ટ મેવાડા બ્રાહ્મણસમાજ દ્વારા ખેરગામમાં રામકથાનો મંગલ આરંભ

0

ખેરગામ ચોર્યાસી મેવાડા બ્રાહ્મણસમાજ ઓરવાડ- ઉદવાડા સંચાલીત એકલિંગજી ચેરીટેબલ ટ્રસ્ટ ના મુખ્ય યજમાન પદે આજે ખેરગામમાં કથાકાર શ્રી પ્રફુલભાઈ શુકલની ૮૦૪ મી શ્રી રામકથા નો મંગલ આરંભ કરવામાં આવ્યો હતો.ઉજ્જવલ ભારત યુટ્યૂબ ચેનલ અને ફેસબુક દરરોજ સવારે ૯ થી ૧૧ ચાલનારી માનસ મર્મજ્ઞ રામકથા માં પ્રો.ભાર્ગવ દવે દ્વારા દરરોજ એક પ્રશ્ન પૂછવામાં આવશે.દૈનિક યજમાન પદે આજે બીલીમોરાના મનીષાબેન રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા પોથીપૂજન કરવામાં આવ્યું હતું.વ્યાસપીઠ પરથી કથાકાર પ્રફુલભાઈ શુક્લ એ કહ્યું હતું કે આ પ્રાચીન કથામાં અધાચીન સમસ્યાનો ઉકેલ અને ભવિષ્યનું માર્ગદર્શન સમાયેલું છે.મંગલ ભવન શ્રી રામ સંસારનું સકલ અમંગલ હરવામાં સમર્થ છે.બ્રહ્મભોજન દાતા જગદીશચંદ્ર રણછોડભાઈ પટેલ કારેલી – ગંગાધરા દ્વારા ટેલીફોનિક સંકલ્પ લેવાયો હતો.એકલિંગજી ચેરીટેબલ ટ્રસ્ટ વતી પ્રશાંતભાઈ પટેલે પોથીપૂજન કર્યું હતું.

ક્યૂ.એસ.સ્ટાર રેટિંગ્સમાં ફાઈવ સ્ટાર્સ પ્રાપ્ત કરનારી પહેલી યુનિવર્સિટી બની KIIT

0

 

KIIT ડીમ્ડ યુનિવર્સિટી, પ્રતિષ્ઠિત ક્યૂ.એસ. સ્ટાર રેટિંગ્સ સિસ્ટમથી “ફાઈવ સ્ટાર રેટિંગ” મેળવનારી પહેલી ભારતીય યુનિવર્સિટી બની ગઈ છે. રેટિંગ પરિણામ 27 એપ્રિલ 2021ના રોજ જાહેર કરવામાં આવ્યું. ક્યૂ. એસ. ક્વેક્વેરલી સાઈમન્ડ્સ લિમિટેડના એક એકમ, ક્યૂ.એસ.ઈન્ટેલિજેન્સની 8 કેટેગરીમાં સંકેતકો (ઈન્ડીકેટર્સ)ની એક મર્યાદામાં સ્વતંત્ર અને અણીશુદ્ધ માહિતી સંગ્રહ અને પ્રદર્શન મેટ્રિક્સના વિશ્લેષણ બાદ KIITને ફાઈવ સ્ટાર સંસ્થા તરીકે પ્રમાણિત કરી દેવાઈ, જે મહત્તમ ગ્રહણ કરવા યોગ્ય છે. આ રેટિંગ આગામી 3 વર્ષ માટે માન્ય રહેશે.

રેટિંગ એક્સસાઈઝે વિશ્વભરની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું મૂલ્યાંકન કર્યું, જે આઠ કેટેગરીમાં ઉત્કૃષ્ટતાના પૂર્વ સ્થાપિત વૈશ્વિક બેન્ચમાર્ક જેવા કે શિક્ષણ, રોજગાર, શૈક્ષણિક વિકાસ, અંતરરાષ્ટ્રીયકરણ, ઓનલાઈન લર્નિંગ, સંશોધન, સમાવેશ અને કમ્પ્યૂટર વિજ્ઞાન અને એન્જિનિયરિંગનો એક વિશેષ માપદંડ છે.


KIITએ ચાર કેટેગરીમાં ઉત્તમ 5 અંક પ્રાપ્ત કર્યા અને શેષ કેટેગરીમાં 4 અંક મેળવી સંપૂર્ણ રીતે ફાઈવ સ્ટાર રેટિંગ સુનિશ્ચિત કરી..

ક્યૂ. એસ. ઈન્ટેલિજેન્સ યૂનિટ પણ પ્રતિષ્ઠિત ક્યૂ. એસ. વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગને સંકલિત કરે છે. જોકે, ક્યૂ. એસ. સ્ટાર રેટિંગ સિસ્ટમ મહત્ત્વપૂર્ણ પરફોર્મન્સ ઈન્ડિકેટર્સની એક વિસ્તૃત શ્રેણીમાં યુનિવર્સિટીઓનું મૂલ્યાંકન કરે છે. જે પૂર્વ સ્થાપિત અંતરરાષ્ટ્રીય માપદંડોના આધારે છે. કોઈપણ વિશ્વ રેન્કિંગ એક્સર્સાઈઝની તુલનામાં વ્યાપક માપદંડોને કવર કરીને, સિસ્ટમ રેટેડ સંસ્થાની ઉત્કૃષ્ટતા અને વિવિધતા બંને પર પ્રકાશ પાડે છે. 

હજુ ગયા સપ્તાહે જ ટાઈમ્સ હાયર એજ્યુકેશન ઈમ્પેક્ટ રેન્કિંગ્સ 2021માં KIITના વિશ્વ સ્તર પર 201+ રેન્ક પ્રાપ્ત કરી હતી. બે પ્રમુખ ગ્લોબલ યુનિવર્સિટી રેન્કિંગ અને રેટિંગ એક્સર્સાઈઝમાં એક બાદ એક પ્રભાવશાળી સ્થાન મેળવવા માટે KIIT ડીમ્ડ યુનિવર્સિટીને અંતરરાષ્ટ્રીય સ્તર પર આગળ ધપાવાઈ છે. જેને ભારત સરકાર દ્વારા ઈન્સ્ટીટ્યૂશન ઑફ એમિનેન્સ ટેગ પણ અપાયો છે. ટાઈમ્સ હાયર એજ્યુકેશન દ્વારા “વર્કપ્લેસ ઑફ ધ યર” કેટેગરીમાં KIIT “એવોર્ડ્સ એશિયા 2020″ની વિજેતા પણ છે.

આ સિદ્ધિ પર પ્રસન્નતા વ્યક્ત કરતા KIIT અને KISSના સંસ્થાપક ડૉ. અચ્યુત સામંતે કહ્યું કે “વર્ષ 2004 બાદથી ક્યૂ. એસ. વર્લ્ડ યૂનિવર્સિટી રેન્કિંગના સ્વતંત્ર અને નિષ્પક્ષ સંકલનકર્તા ક્યૂ. એસ. ઈન્ટેલિજેન્સ યુનિટ દ્વારા સંચાલિત ક્યૂ. એસ. સ્ટાર્સ રેટિંગ સિસ્ટમ દ્વારા KIITને તેની ઉત્કૃષ્ટતા અને વિવિધતાના આધારે ફાઈવ સ્ટાર્સ ઈન્સ્ટીટ્યૂશનનો દરજ્જો અપાયો છે. અમે અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન યથાવત રાખવાનો સંકલ્પ કરીએ છીએ”

“પ્રાણીનામ આર્તનાશનમ…..” સી.આર.પાટીલે ચરિતાર્થ કર્યું છે.-પ્રફુલભાઈ શુક્લ

0

ચીખલી કોલેજમાં શારદા ફાઉન્ડેશન દ્વારા દર્શનભાઈ અરવિંદભાઈ દેસાઈ દ્વારા સ્વામિનારાયણ નર્સીગ કોલેજ અને ડૉ.ચિંતન ગાંધી ના સહયોગથી ૧૬ બેડ (૫૦ બેડ ની તૈયારી) સાથે કોવિડ-૧૯ ના આઈશોલેશન કેન્દ્ર ની આજે ગુજરાત ભા.જ.પ પ્રદેશ પ્રમુખ માનનીય શ્રી સી.આર.પાટીલ અને કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી

.આ પ્રસંગે આશીર્વચન આપતા કથાકાર પ્રફુલભાઈ શુક્લ એ કહ્યું હતું કે દર્શનભાઈ દેસાઈ દ્વારા શરૂ થયેલા આ સેવા યજ્ઞથી ચીખલી , ખેરગામ , વાંસદા , મહુવા અને ગણદેવી તાલુકાના લોકોને સારવાર નો લાભ મળશે.સખત પરિશ્રમ કરીને સમગ્ર ગુજરાત નું ધ્યાન રાખતા પ્રદેશ પ્રમુખ માનનીય શ્રી સી.આર.પાટીલ સાહેબે “પ્રાણીનામ આર્તનાશનમ” ચરિતાર્થ કર્યું છે.બીજાના દુઃખ માં દુઃખી થઈને સી.આર.પાટીલે રાજધર્મ નિભાવ્યો છે.આ પ્રસંગે ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ , ભાજપ જિલ્લા પ્રમુખ  શ્રી ભુરાલાલ શાહ , જીલ્લા ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ ગજેરા , મહિલા અગ્રણી સુમિત્રાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

ખતરો વધ્યો/ કોરોનાના સંકટ વચ્ચે 4 દિવસ કડાકા ભડાકા સાથે આવી વરસાદની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું

0

હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે છેલ્લા થોડા દિવસોથી મહારાષ્ટ્રના મોટાભાગમાં હવામાન ઉપરતળે થઇ રહ્યું છે. ઉનાળાની ગરમી અને ઉકળાટ વચ્ચે ઘણા વિસ્તારોમાં વીજળીના કડાકાભડાકા, મેઘગર્જના, તોફાની પવન સાથે વરસાદી માહોલ સર્જાઇ રહ્યો છે.

હવામાન ખાતાનાં સિનિયર વિજ્ઞાની શુભાંગી ભૂતેએ એવી માહિતી આપી હતી કે હાલ મરાઠવાડા અને તેની નજીકના આકાશમાં ૧.૫ કિલોમીટરના અંતરે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. સાથોસાથ મરાઠવાડાથી કર્ણાટક, તેલંગણા અને રાયલસીમા થઇને તામિલનાડુના સમુદ્રકાંઠા ઉપર આકાશમાં ૦.૯ કિલોમીટરના અંતરે હવાના હળવા દબાણનો વિશાળ પટ્ટો પણ સર્જાયો છે.

ગરમીનો પારો 35થી 40 ડિગ્રી


આવાં બદલાયેલાં કુદરતી પરિબળો સાથે મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો ૩૫થી ૪૦ ડિગ્રી જેટલો ઉકળતો નોંધાઇ રહ્યો છે. બપોરે તાપમાન વધુ હોવાથી જમીન ગરમ થઇ જાય અને પરિણામે વરાળનો વિપુલ જથ્થો વાતાવરણમાં ઘુમરાઇને આકાશમાં પહોંચે. વરાળનો તે જથ્થો સાંજના ઠંડા વાતાવરણમાં પાણીનાં અસંખ્ય બિંદુઓમાં પરિવર્તિત થઇ જાય. પરિણામે સાંજે તે બધાં જળ બિંદુઓ વર્ષાના સ્વરૃપમાં વરસે.સાથોસાથ ગાજવીજનો માહોલ પણ સર્જાય. આમ આવું તોફાની હવામાન ખરેખર તો સ્થાનિક પરિબળોને કારણે પણ સર્જાતું હોય છે.

હવામાન ખાતાની આગાહી

હવામાન ખાતાએ એવી આગાહી કરી છે કે આવતા ચાર દિવસ (૨૫, ૨૬, ૨૭, ૨૮-એપ્રિલ)દરમિયાન મહારાષ્ટ્રના મોટાભાગમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે હળવી વર્ષાનો માહોલ સર્જાય તેવ શક્યતા છે. કોંકણ(રત્નાગિરિ, સિંધુદુર્ગ-૨૭-૨૮), મધ્ય મહારાષ્ટ્ર(૨૫-૨૮-કોલ્હાપુર,સાંગલી,સાતારા,સોલાપુર, ઔરંગાબાદ), મરાઠવાડા(૨૫-૨૮-પરભણી,હિંગોળી,બીડ,નાંદેદ,લાતુર,ઉસ્માનાબાદ) અને વિદર્ભ(૨૬-૨૭-ચંદ્રપુર, ગઢચિરોળી, યવતમાળ)માં હવામાનમાં આવા અકળ ફેરફાર થવાની સંભાવના છે.

આવતા ૨૪ કલાક દરમિયાન મુંબઇનું ગગન વાદળિયું રહે તેવી શક્યતા છે. મહત્તમ તાપમાન ૩૩-૩૪ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૪-૨૫ ડિગ્રી સેલ્સિયસ રહે તેવી શક્યતા છે. આજે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૪.૪ અને લઘુત્તમ તાપમાન ૨૪.૫ ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૩.૨ અને લઘુત્તમ તાપમાન ૨૩.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.આજે કોલાબામાં ભેજનું પ્રમાણ ૮૧-૭૪ ટકા જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૬૭-૬૩ ટકા જેટલું ઘણું વધુ નોંધાયુંહતું.

|| કોરોના રૂપી રક્તબીજનો મહાકાલી નાશ કરશે||~પ્રફુલભાઈ શુકલ

1

|| કોરોના રૂપી  રક્તબીજનો મહાકાલી નાશ કરશે||~પ્રફુલભાઈ શુકલ

 “કોરોના અને રક્તબીજ સમાન છે, એનો નાશ મહાકાલી માતા કરશે એવો અમારો વિશ્વાસ છે” ઉપરોક્ત શબ્દો આજે દુર્ગાષ્ટમીના દિવસે ખેરગામ જગદંબધામમાં ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઈ શુકલની ૮૦૩મી ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન ફેસબુક ઓનલાઈન દેવી ભાગવત કથામાં વ્યાસપીઠ પરથી પૂ.પ્રફુલભાઈ શુકલએ ઉચ્ચાર્યા હતા. કૈલાસબેન પરમાર-ઓલપાડ, અને કૈલાસબેન પ્રભાકરભાઈ અટારા-નાની વહિયાળ દ્વારા માતાજીની રાજ્યોપચાર પૂજા કરીને નારિયેળનો ભોગ ચડાવવામાં આવ્યો હતો. અનંતકુમાર કરમચંદ જેઠવા દીવ-ઘોઘલા અને અમિતભાઈ મિશ્રા વલસાડના ટેલિફોનિક સંકલ્પ દ્વારા નવચંડી મહાયજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો હતો. સાથે નવદુર્ગા (નવ કુવારીકા)નુ પૂજન કરી ભોજન કરાવી ભેટ અર્પણ કરવામાં આવ્યુ હતુ. નિત્ય કર્મ પ્રમાણે વિપ્રવૃન્દ દ્વારા સપ્તસતી ચંડીપાઠ નો પાઠ કરવામાં આવ્યો હતો કથા બાદ પૂ.બાપુ દ્વારા ૧૦૮ દીવડાની મહાઆરતી ઉતારવામાં આવી હતી. કાલે નવમા દિવસે પૂર્ણાહુતિ સત્રની કથા કરવામાં આવશે. નવમે નોરતે સિદ્ધિદાત્રી માતાજીને તલનો વિશિષ્ટ ભોગ ચડાવી તલ ભૂદેવોને આપવામાં આવશે આ પૂજા-અર્ચના થી જીવનમાં અભયતા આવે છે એવુ વિદ્વાન આચાર્યોનુ કહેવુ છે. પૂ.બાપુ દ્વારા સર્વ માય ભક્તોને ઘરે રહી સ્વાસ્થ્યનુ ધ્યાન રાખી ભક્તિ કરવાની વિનંતી કરવામાં આવી હતી.